લાઠી પીજીવીસીએલ દ્વારા દરેક કર્મચારીગણને કોરોના રક્ષણ હેતુ -નાસ(બાફ) લેવાનાં મશીન વિતરણ કરાયાં

  • 67 કર્મચારીગણ પિરવાર સાથે નિયમિત ઉપયોગ કરવા કટીબધ્ધ બન્યા

લાઠી,
હાલની વૈશ્ર્વિક મહામારી કોરોના વચ્ચે પણ ગ્રાહકો ને નિયમિત વિજપુરવઠો મળી રહે તેમજફોલ્ટ ના દુરસ્તીકરણ હેતુસર અને ઈલેકટ્રીસીટી બીલો બનાવવા ઘરે ઘરે જતા પીજીવીસીએલકર્મચારીઓ કોરોના સંક્રમણ નો ભોગ ન બને તે માટે પીજીવીસીએલ લાઠી કચેરી દ્વારા દરેકકર્મચારીગણ ને નાશ (બાફ) લેવાનુ મશીન વિતરણ કરવામાં આવેલ.દરેક કર્મચારીગણને નાશ-બાફ લેવાના ઈલેકટ્રીક મશીન સાથે તેને ઉપયોગ કરવાની રીત -અજમા, બામ, નિલગીરી ના તેલ ના ટીપા સાથે અથવા આ બધા સિવાય પણ સ્ટીમ લઈ તેનીઅસરકારક્તા વિશે એક માહિતી પુસ્તિકા પ્રદાન કરવામાં આવેલ.લાઠી પીજીવીસીએલ ના 67 અધિકારી, કર્મચારી, એપ્રેન્ટીશ લાઈનમેન નો વ્હીકલ ડ્રાઈવર્સવગેરે દરેકે નિયમિત પિરવાર સાથે કોરોના સામે રક્ષણ મેળવવા બાફ લેવા માટે કટીબધ્ધતાદાખવેલ.માહિતી પુસ્તીકા માં કંઈ રીતે આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખી, કોરોનાસામે રક્ષણ મેળવવુ તે માહિતી, ટીપ્સ તથા તકેદારીઓની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવેલહતી.આ પહેલા પણ લાઠી પીજીવીસીએલ કચેરી દ્વારા કર્મચારીઓ ને આર્સેનિક આલ્બમ -30 ,વિટામીન – સી વિથ ઝિંક, દઠપ માસ્ક તથા આર્યુવેદિક ઉકાળા સાથે ગડુચી ઘનવટી નુ  વિતરણકરવામાં આવેલ હતુ પીજીવીસીએલ લાઠી કચેરી ની આવી સમય ની જરૂરીયાત મુજબ અત્યંત આવશ્યક કોરોનાસામે રક્ષણ મેળવવા માટેની વિવિધ – સમયાંતરે કરવામાં આવતી પ્રવૃતિઓ પ્રશંસાપાત્ર બનેલ છે.