લાઠી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમરેલી,પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના પો.સબ.ઇન્સ. શ્રી પી.બી.લક્કડ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાના લાઠી પો.સ્ટે. જી.અમરેલી ગુ.ર.નં.111 93034201210/2020 ગુજરા ત પ્રોહિબીશન એક્ટ કલમ 65(એ)(ઇ), 81, 83, 98(ર), 116(બી) મુજબ ના કામે લીસ્ટેડ નાસતા ફરતા આરોપી આશિષભાઇ ચંદ્રકાંતભાઇ પંડયા ઉ.વ.49, ધંધો-નોકરી, રહે.રાજકોટ, “”અંબા આશિષ’’, મિલપરા શેરી નં.6, તા.જી.રાજકોટવાળાને રાજકોટ મુકામેથી પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા લાઠી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ.આરોપી સામે અસંખ્ય ગુના રાજકોટ પોલીસમાં નોંધાયા છે.