લાઠી, બાબરા, લીલીયા તાલુકામાં સભાઓ ગજવતા શ્રી રૂપાલા

  • જિલ્લા તાલુકા પંચાયતો પાલિકાના ભાજપનાં ઉમેદવારોની ઉપસ્થિતી

અમરેલી,

હાલ રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ આગામી તા.ર8 ફેબુ્રઆરી ના રોજ યોજાનાર છે. ચુંટણી પ્રચાર શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે તા.રપ ના રોજ ભારત સરકારનાં કેન્દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ લાઠી, બાબરા અને લીલીયા તાલુકામાં જાહેર સભાને સંબોધી હતી.

મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ લાઠી તાલુકાની મતીરાળા જિલ્લા પંચાયત સીટનાં ભરતભાઈ સુતરીયા, તેમજ તેમા સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટના ઉમેદવારો જયોત્સનાબેન એવીયા, દયાબેન ખુંટ, જયાબેન પરમાર, સોનલબેન કાકડીયા, રેખાબેન કાકડીયા, સુનીતાબેન પરમાર, ચિરાગભાઈ પરમાર, બાબરા તાલુકાની મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટનાં ઉમેદવાર હિમંતભાઈ દેત્રોજા, તેમજ તેમા સમાવિષ્ટ તાલુકા પંચાયત સીટનાં ઉમેદવારો મહેશભાઈ જાવીયા, રાજેશ્રીબેન વાળા, શારદાબેન અસલાલીયા, મનસુખભાઈ કોલડીયા, વિલાસબેન રામાણી, હીરાબેન ખુમાણનાં સમર્થનમાં સભામાં ઉપસ્થિત ગ્રામ જનોને ભાજપનાં ઉમેદવારને બહુ જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરી હતી.