લાઠી શહેરમાં ચાર બુકાની ધારીઓએ સોનીની દુકાનમાંથી 65 હજારના દાગીનાની ચોરી કરી

અમરેલી,
લાઠી મેઇન બજારમાં આવેલ ધર્મનંદન જ્વેલર્સની દુકાનમાં કોઇ ચાર બુકાની ધારી શખ્સો ફોરવ્હિલમાં આવીને દુકાનનું શટર ઉંચુ કરી. કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશી સોનાની બુટી બે નંગ રૂા.20,000, જુની વીટીં બે નંગ રૂા.10,000, સોનાની જુની કડી રૂા.5000, ચાંદીના જુના છડા પાંચ જોડી રૂા.30,000 મળી કુલ રૂા.65,000ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફોરવ્હિલમાં નાસી ગયાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.