બાબરા,
લાઠી શહેર ખાતે આવેલી વર્ષ 1951માં બનેલી 73 વર્ષ જૂની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ નું બાંધકામ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં હોવાથી તેના ઓ.ટી રૂમ, લેબરરૂમ ,વહીવટી ઓફિસ રૂમ, દવા સ્ટોર રૂમ, મહિલા વોર્ડ, પુરુષ વોર્ડ તેમજ અન્ય રૂમમાંથી છતમાંથી અવારનવાર સ્લેબના પોપડા પડવાના બનાવો બને છે. તેમજ ચોમાસા દરમિયાન પુરા હોસ્પિટલમાં છતમાંથી પાણી પડી રહ્યા છે. તેવા સંજોગોમાં મોટી જાનહાની નો ભય રહે છે. તેમજ તેનો ઉપયોગ કરવો જોખમ ભર્યું છે. લાઠી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ઉપયોગ કરવો હિતાવહ નથી. લાઠી તાલુકા કક્ષાની સિવિલ હોસ્પિટલ હોવાથી આજુબાજુના ગામડાઓના અસંખ્ય દર્દીઓ આસબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે. જેના હિતમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ષિકેશભાઇ પટેલને જનસેવક ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા લાઠી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા સ્ટાફ ક્વાર્ટરર્સ માટે નવું મકાન માટે ની ગ્રાન્ટ ફાળવણી ની રજૂઆત કરવામાં આવી.