લાપાળીયાથી કુંડલા જતા રોડ પર બે બાઇકો અથડાતા બેને ઇજા

અમરેલી,
અમરેલી તાલુકાના લાપાળીયાથી સાવરકુંડલા જતા રોડ ઉપર બે બાઇક અથડાતા બે શખ્સોને ઇજા થઇ છે આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી તાલુકા પોલીસ મથક હેઠળના લાપાળીયા ગામથી સાવરકુંડલા જતા રોડ પર બે બાઇક અથડાતા બે વ્યકિતઓને ગંભીર ઇજા થયેલછે આ અંગે સાવરકુંડલા વિભાગનાં ડીવાયએસપીશ્રી હરેશ વોરાને જાણ થતા તેમણે ત્યાં પોલીસ કાફલો મોકલ્યો હતો.108 ને જાણ કરાતા 108ની ટીમે તત્કાલ દોડી આવી ઘવાયેલાઓને સારવાર માટે અમરેલી સીવીલ હોસ્પિટલમાં ખસેડેલ