અમરેલી,
લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રિક 3232 જે. સૌરાષ્ટ્ર કચ્છ નાં નવનિયુક્ત દ્વિતીય વાઇસ ડીસ્ટીક ગવર્નર તરીકે રમેશભાઈ રૂપાલાની નીયુકતી : લાયન્સ કલબ નાં નવનિયુક્ત દ્વિતીય ડીસ્ટ્રીકગવર્નર રમેશભાઈ રૂપાલા અને ટીમને અભિનંદન આપી શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય મંત્રી પરસોતંભાઈ રૂપાલા અમરેલી મુકામે “33’ાર ડીસ્ટ્રિક કોન્ફરન્સ સામર્થ્ય ” નું ડિસ્ટ્રિક ગવર્નર વસંતભાઇ મોવલીયા , ઇન્ચાર્જ ગવર્નર એસ.કે ગર્ગ ,ફર્સ્ટ વાઇસ ગવર્નર હિરલબા જાડેજા, કોન્ફરન્સ કનવિનાર રમેશભાઇ ઘેટિયા , અને તેમની કેબિનેટ ટીમ દ્વારા અમરેલી (હોટેલ લોર્ડ્સ ઈન ) ખાતે આયોજન કરવામાં આવેલ.જેમા લાયન્સ ક્લબ ઈન્ટર નેશનલ ડિસ્ટ્રિક 3232 જે.(સૌરાસ્ટ્ર અને કચ્છ) દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે પી એમ.જે.એફ. લયાન રમેશભાઈ રૂપાલાની નિયુક્તિ કરવામાં આવેલ. તમામ સભ્યો દ્વારા નવનિયુક્ત દ્વિતીય વાઇસ ડીસ્ટ્રીક ગવર્નર અને ટીમને અભિનંદન આપવામાં આવેલ..તેમજ તેઓ અને ટીમ લાયનવાદનાં સિદ્ધાંત ને વધુ ઉજ્વળ કરી લાયન્સ કલબ અને તેના સેવાકીય કાર્યોની સુવાસ ને રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય ફલક પર ઉતરોતર પહોંચાડે તેવી શુભેચ્છા આપવામાં આવેલ..આ તકે અમરેલી ખાતે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની ઘર આગણે શુભેચ્છા મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ નવનિયુક્ત લાયન્સ ડીસ્ટ્રીક 3232જે. નાં દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પી.એમ.જે એફ લાયન રમેશ રૂપાલા અને ટીમને હાર્દિક શુભેચ્છા પાઠવેલ.તેમજ લાયન્સ કલબ દ્વારા છેવાડાના આમઆદમી, જરૂરતમંદ લોકો અને તેમના પરિવાર માટે શિક્ષણ, જન આરોગ્ય,લોક સેવા, કુપોષણ મુક્ત સમાજ,કુપોષણ મુક્ત ગુજરાત,કુપોષણ મુક્ત ભારત , અંધત્વ નિવારણ પર્યાવરણ જાણવણી અને મહિલા આરોગ્ય સુરક્ષા, ચાઈલ્ડ હૂડ કેન્સર અવરનેશ, સહિત સ્થાનિક લોકલ લેવલ થી લઇ રાજ્ય,રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે લાયન્સનાં વિવિધ સેવાકીય કાર્યો અને યોજનાઓને સાચા અર્થમાં તેઓ અને લાયન્સ ક્લબ ટીમ દ્વારા ચરિતાર્થ કરે તેવી શુભેચ્છા આપેલ..તેમજ લાયન્સ કલબ અને તેના મૂળભૂત ઉદ્દેશ્યને સાચા અર્થમા સમાજ માટે સમર્પણ ભાવના અને લાયનવાદ અને તેના મૂળભૂત ઉદ્દેશ્યને ચરિતાર્થ કરે તેવી ટકોર વચે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા દ્વારા નવનિયુક્ત રમેશભાઈ રૂપાલા અને ટીમ ને શુભેચ્છા સાથે તેઓ દ્વારા આ તકે અભિનંદન આપવામાં આવેલ. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા નો આભાર માની તેમના દ્વારા અપાયેલ આશીર્વાદ અને શુભેચ્છા અને વ્યક્ત કરાયેલ વિશ્વાસ ને આત્મસાત કરી લાયન વાદ નાં મૂળભૂત સિદ્ધાંત ને ચરિતાર્થ કરી બતાવશે તેવી લાયન્સ કલબ વતી નવનિયુક્ત દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા દ્વારા આં તકે કેન્દ્રિયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા ને ખાત્રી આપવામાં આવેલ.