લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસે પ્રધાનમંત્રી તેમના નિવાસ્થાન પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા આપવા તેમના ઘરે પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી મંગળવારે (૮ નવેમ્બર) ૯૫ વર્ષના થયા. ભાજપના દિગ્ગજ નેતાને તેમના જન્મદિવસ પર ઘણા કેન્દ્રીય મંત્રીઓએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે સવારે અડવાણીના ઘરે પહોંચ્યા અને તેમની સાથેની તેમની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. હાલમાં મોસ્કોની મુલાકાતે ગયેલા વિદૃેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર અડવાણીને અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે ’આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા. રાષ્ટ્ર માટે તેમનું અસંખ્ય યોગદાન અને સેવાઓ આપણને હંમેશ માટે પ્રેરણા આપતી રહેશે. ગૃહમંત્રી અમિત શાહે પણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, ’આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અડવાણીજીએ એક તરફ પોતાની સતત મહેનતથી દૃેશભરમાં સંગઠનને મજબૂત બનાવ્યું તો બીજી તરફ સરકારમાં રહીને દૃેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. કેન્દ્રીય પ્રધાનો રાજીવ ચંદ્રશેખર અને કિરેન રિજજુએ પણ ભારતના ૭મા નાયબ વડા પ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદૃીપસિંહ પુરીએ ટ્વિટર પર લખ્યું, ’ભાજપના અગ્રણી દીવાદૃાંડી, ભારતના રાજકીય દિગ્ગજ, એક ઉત્તમ માનવી અને પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા. ’ નોંધપાત્ર રીતે, લાલકૃષ્ણ અડવાણી કિશોરાવસ્થામાં જ આરએસએસના સભ્ય બન્યા હતા. તેઓ ભાજપના સહ-સ્થાપક અને વરિષ્ઠ નેતા છે. તેઓ ૧૯૯૦ના દાયકામાં દૃેશભરમાં હિન્દૃુત્વની રાજનીતિ ફેલાવવા માટે જાણીતા છે.