લાલાવદરના યુવાને બ્લેકમેલીંગનો ભોગ બનતા આપઘાત કરી લીધો

અમરેલી,
અમરેલી તાલુકાના લાલાવદર ગામે રહેતા નિલેશભાઇ રવજીભાઇ માતરીયા ઉ.વ.35 તેના નવા બનતા ઘરે જઇને ઝેરી દવા પી જતા મોત નિપજયાનું રાજેશભાઇ તુલસીભાઇ માતરીયાએ અમરેલી રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
આ આત્મહત્યા પાછળ તેમના કુંટુબીજન શ્રી રમેશભાઇ માતરીયાએ જણાવ્યું હતુ કે કોઇ અજાણ્યા શખ્સો નિલેશ પાસે તારૂ બધ્ાુ વાઇરલ કરીશુ તેમ કહી સોશ્યલ મીડીયાનો ડર બતાવી જે તે બેંક ખાતામાં ઘણા સમયથી લાખો રૂપિયા પડાવતા હતા અને તેમ છતા આ યુવાનનો પીછો ન છોડતા આબરૂ જવાની બીકે રહી પણ ન શકે અને સહી પણ ન શકે તેવી સ્થિતિમાં મુકાયેલ નિલેશ ઝેરી દવા પી આપઘાત કરતા લાલાવદર અને તેમના પરિવારમાં શોક છવાયો છે લોકો નિલેશની જેમ સોશ્યલ મીડીયાનોભોગ ન બને તે માટે પોલીસને પણ આ બાબતની જાણ કરાઇ હોવાનું રમેશભાઇએ જણાવી અને લોકોને અપીલ કરી છે કે લોકો આ પ્રકારનો ભોગ ન બને અને સાવચેત રહે અને સમાજની બીકે મોતને વ્હાલુ ન કરે અને પોલીસનો સહકાર લે તાલુકા પોલીસે આ બનાવ અંગે સીઆરપીસી 174 મુજબ તપાસ શરૂ કરી છે.