લાલિંસહ ચઢ્ઢા ફિલ્મના શૂટિંગમાં આમીરખાનને પાંસળીમાં ઈજા, દવા લઈને શોટ પૂરો કર્યો

આમીરખાન દિલ્હીમાં લાલિંસહ ચઢ્ઢા ફિલ્મ માટે શૂટિંગ કરી રહૃાો હતો ત્યારે જ તેને પાંસળીમાં ઈજા થઈ હતી, પરંતુ શૂટિંગમાં કોઈ વિલંબ ના થાય તે માટે આમીરે પેઇનકિલર લઈને શૂટિંગ જાળવી રાખ્યું હતું. શૂટિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણતાં આમીરે કામ બંધ કરવાના બદલે પોતાની ઈજાને હળવી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સેટ પર હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે કેટલીક એક્શન ષ્યમાં આમીરખાનને પાંસળીમાં ઈજા થઈ હતી. જો કે તેણે ફિલ્મના શૂટિંગને અટકવા દીધું ન હતું. તેણે ફક્ત પોતાને કેટલી ઈજા થઈ છે તેનો અંદાજ મેળવ્યો હતો અને પછી તરત થોડી પેઇનકિલર્સ લઈને શૂટિંગનો આરંભ કરી દીધો હતો. અગાઉ અગત્યના દોડવાના શ્યમાં આમીર ખાનને સતત દોડવાના કારણે થાકી ગયો હતો.