લીલિયાના અપહરણ કેસમાં આરોપીને 12 વર્ષની સખત કેદ

અમરેલી,
2014ની સાલમાં લીલીયાના ગુંદરણ ગામેથી એક સગીર કન્યાનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાના બનાવમાં સાવરકુંડલાની સ્પે. પોકસો કોર્ટ ના જજ શ્રી ભુમિકાબહેન ચંદારાણાએ આરોપીને 12 વર્ષની સખત કેદ અને કુલ 70 હજારનો દંડ ફટકારી તે રકમ ભોગ બનનારને વળતરમાં આપવાનો હુકમ કર્યો હતો.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, મુળ ખેડા જિલ્લાના કઠલાલના છીપડી ગામના વતની અરવિંદ ઉર્ફે કોકો શંકરભાઇ રાઠોડ ઉ.વ.33એ 2014ની સાલમાં લીલીયા તાલુકાના ગુંદરણ ગામની એક સગીરાને તુ નહી આવે તો હુ દવા પીને મરી જઇશ અને તારા ભાઇ ને ફીટ કરી દઇશ તેવી ધમકી આપી ભગાડીને લઇ ગયો હતો.અને ત્યાર બાદ તે 2017માં વડોદરાની એક સગીરાને પણ ભગાડી ગયેલ હતો જેમા પકડાતા અમરેલી પોલીસે તેનો કબજો લઇને તેની સામે પોકસો,બળાત્કાર અને અપહરણ જેવી વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી. આ કેસ સાવરકુંડલાની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા સ્પે. પોકસો જજ શ્રી ભુમિકાબહેન ચંદારાણાએ ફરિયાદી તરફે અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાની દલીલો અને રજુ કરાયેલા પુરાવાના અંતે આરોપીને પોકસોની કલમ 3(એ), 4,5,(એલ),6 અને 8 મુજબ 12 વર્ષની સજા અને 25 હજાર દંડ તથા આઇપીસી 376માં 12 વર્ષની સજા અને 20 હજાર દંડ,તથા આઇપીસી 363માં 5 વર્ષની સજા અને 10 હજાર દંડ આઇપીસી 366માં 7 વર્ષની સજા અને 15 હજારનો દંડ મળી કુલ 70 હજારનો દંડ અને તે રકમ ભોગ બનનારને વળતરમાં આપવાનો આદેશ કર્યો