અમરેલી,
લીલીયા તાલુકાના ક્રાકચ ગામે એક સગીરાને સાધુએ પ્રસાદી આપ્યા બાદ બેભાન થઈ જતા તેને હાસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યા તેનું મૃત્યુ થયાની જાહેરાત થતા પોલીસ ધંધે લાગી હતી પણ બાદમાં આ સગીરાએ આપઘાત કર્યો હોવાનો પર્દાફાશ થયો છે.આ ઘટના અંગે મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રુપાવટી ગામે રહેતા મુકેશભાઈ મેઘજીભાઈ પરમારે લીલીયા પોલીસ મથકે એવી જાહેરાત કરી હતી કે તેમની 17 વર્ષની દિકરી રિદ્ધી લીલીયા તાલુકાના ક્રાકચ ગામે તેના મામા પ્રવીણભાઈ નાજાભાઈ હૈલૈયાના ઘરે રહેતી હતી ત્યાં કોઈ અજાણ્યા સાધુએ તેમને પ્રસાદી આપતા બેભાન થઈ ગઈ હતી અને તેને સારવાર માટે ભાવનગર ખસેડાતા તેનું મૃત્યું થયું હતું. આ પ્રકારની જાહેરાત થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ઘટનાની તપાસ ચલાવી રહેલા એએસઆઈ સી. બી. ટીલાવતે જણાવ્યું કે, આ ઘટનામાં પોતાની દીકરીએ આપઘાત કરી લીધો હોવાથી આબરુ ન જાય તે માટે તેના પિતાએ પહેલા પોલીસ સમક્ષ આવું નિવેદન આપ્યું હતું પણ તેમની દિકરીને કોઈ સાધુએ પ્રસાદી આપી હોવાની ઘટના બની જ નહોતી. આ મુદ્દે તેના પિતાએ નવેસરથી નિવેદન આપ્યું છે જે મુજબ તેમની દીકરી રિદ્ધી લીલીયાના ક્રાકચ ગામે તેમના મામાના ઘરે કે જ્યાં મોટી ઉંમરના વડીલોની સેવા કરવા માટે રહેતી હતી અને આ પ્રકારની જિંદગીથી તે કંટાળી ગઈ હોવાના કારણે તેના પિતાને તેણે પોતાને અહીંથી પોતાના ઘરે લઈ જવા માટે પણ કહૃાું હતું. આના કારણે જિંદગી જીવવા જેવી ન લાગતા કંટાળી જઈને પોતે જાતે જ ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધાનું મથકે જાહેર