લીલીયાનાં ખારા-સનાળીયા વચ્ચે ગાગડીયા ઉપર બનાવેલ પુલમાં ગાબડુ

  • વર્ષો પછી પુલ બન્યો છતાંય લોકોનાં એજ હાલ હવાલ
  • નવા બનાવેલ પુલની નબળી કામગીરી અકસ્માત સર્જશે

લીલીયા,
લીલીયા તાલુકાના ખારા – સનાળીય ગામ વચ્ચે આવેલ ગાગડીય નદી ઉપર બનાવેલ નવા પુલના સનાળિય તરફના છેડે નબળા કામને કારણે મોટુ ગાબડું પડવાને કારણે ગમ્મે ત્યારે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ હોય માર્ગ અને મકાન વિભાગ ત્વરિત રીપેર કરે તેવી લોક માંગ ઉઠી છે.