લીલીયાનાં નાના રાજકોટમાં દંપતિ ઉપર ખૂની હુમલો : વૃધ્ધનું મોત

લીલીયા,
લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે ચોરી કરે લુંટના ઇરાદે આવેલા શખ્સે વૃધ્ધ દંપતીને માર મારી લુંટ કરી ફરાર થઇ ગયેલ છે આ બનાવમાં લક્ષ્મણભાઇ વિરજીભાઇ વાડદોરીયાનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજયું હતુ જયારે તેમનાં ધર્મપત્નિ નબુબેન લક્ષ્મણભાઇ વાડદોરીયા વૃધ્ધાને ઇજાઓ થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે જયાં વૃધ્ધાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.આ બનાવ અંગે હજુ સુધી પોલીસમાં કોઇ ફરિયાદ આવેલ નથી.આ બનાવની જાણ થતા સાવરકુંડલા લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત નાના રાજકોટ દોડી ગયા હતાં અને બનાવની વિગતો મેળવી હત્યારાઓને તાકિદે શોધી અને સખ્ત કાર્યવાહી કરવા માટે પોલીસને ઉગ્ર રજુઆત કરી હતી. આ બનાવને પગલે ડીવાયએસપી શ્રી ભંડારી, સાવરકુંડલા રૂરલ પીએસઆઇ શ્રી મહેશ મોરી સહિતનાં પોલીસ અધિકારીઓ દોડી ગયાં હતાં.