લીલીયાનાં રેતી ચોર ભુમાફીયા અને ખાણ ખનીજનો સ્ટાફ સાથે નાસ્તો કરે છે !

અમરેલી,
લીલીયા તાલુકામાં પસાર થતી શેત્રુજી નદીમાં ઇકો સેન્સેટીવ ઝોન હોવાના કારણે વગર રોયલ્ટી રેતી ચોરી અંગે અમરેલીનાં ભુસ્તર શાસ્ત્રીને ભેસવડી ગામના દકુભાઇ બુટાણીએ કરેલી રજુઆતમાં જણાવ્યુ કે ભેસવડીથી શેઢાવદર સુધી શેત્રુજીમાં પાંચ લોડર અને 15 ટ્રક દિવસ રાત રેતી ચોરી કરાય છે તે તંત્રના આશીર્વાદ ચાલે છે નદીમાં સિંહનો મોટો વસવાટ છે રાત્રીના 12 થી સવારના 5 સુધી રેતી ચોરી થાય છે અને સરકારને રોયલ્ટીનાં કરોડો રૂપીયાની નુકશાની થાય છે લીલીયાના બધા રોડ પર ઓવરલોડ રેતીના ડામર રોડ ભરેલા છે અધિકારીઓપણ આ કાંડમાં જોડાયેલા હોવાની ચર્ચા છે ગામની અંદર નાવલી મેઇન બજારમાં જાહેરનામું હોવા છતા રેતીના ટ્રકો મેઇન બજારમાં રાત દિવસ ચાલે છે નાના લીલીયાથી લીલીયા રોડે ઓવરલોડ ટ્રક રેતીના કારણે રેતી ઢોળાયેલ છે અને ટુ વ્હીલર ચાલે નહી તેવી રેતી પડેલ છે નદીમાં માપણી કરવામાં આવે તો કરોડોની રેતી ચોરી થયેલ છે સરકાર જવાબદાર અધિકારી સામે તપાસ કરવી જોઇએ આવડી મોટી રેતી ચોરી તંત્ર વગર શક્ય ન બને ખાણ ખનીજ સ્ટાફ પર રાત્રીના સમયે ભુ માફીયા સાથે અંટાળીયા મહાદેવ ચોકડીએ સાથે નાસ્તો કરતા હોય તંત્રના સીસીટીવી કેમેરા લાગેલ છે તેમાં પુંજાપાદર, નાના લીલીયા, ચોકડી અને લીલીયા ગામે અમરેલી રોડ રીલાયન્સ પંપના કેમેરા છેલ્લા 10 દિવસના બેકઅપ લેવામાં આવે અને તપાસ કરવામાં આવે તો ટ્રક નંબર સહિત વિગતો મળી શકે તેમ છે તેમ રજુઆતમાં ભેસવડીનાં શ્રી દકુભાઇ બુટાણીએ ખાણ ખનીજ ઓફિસર અમરેલીનાં ભુસ્તર શાસ્ત્રીને રજુઆત કરી છે. રેતી ચોરી અંગે શ્રી દકુભાઇએ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાને પણ રજુઆત કરી છે તેમ પણ જણાવ્યુ છે.