અમરેલી,અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળ સ્વરૂપે લીલીયા મોટા સ્ટેશન ખાતે વધુ એક સુવિધામાં વધારો થવા પામેલ છે. અમરેલી જીલ્લાના લીલીયા મોટા સ્ટેશન ખાતે મહુવા-બાાં અને મહુવા-સુરત સુપરફાસ્ટ સ્ટ્રેનનો બે મીનીટનો સ્ટોપ પ્રદાન થયેલ છે. ત્યારે લીલીયા મોટા સ્ટેશન ખાતે કોચ ઈન્ડીકેટર બોડની સુવિધા ઉપલબ્ધ ન હતી જેથી યાત્રીઓને ફક્ત બે મીનીટ જેટલા ટૂંકા સમયમાં પોતાનો કોચ શોધવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયા હતો.
આ બાબત સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના ધ્યાને આવતા સાંસદશ્રીએ તા. 03/03/2022 ના 2ોજ દિલ્લી ખાતે મળેલ રેલ્વે મંત્રાલય કમીટીની બેઠકમાં તેમજ તા. 19/07/2022 ના રોજ કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવજી અને રેલ રાજય મંત્રી શ્રીમતિ દશનાબેન જરદોશજીને રજૂઆત કરેલ હતી. જેના ફળ સ્વરૂપે અમરેલી જીલ્લાના લીલીયા મોટા રેલ્વે સ્ટેશન ખાતે કોચ ઈન્ડીકેટર બોડસનું કામ પૂણ થતા મુસાફ2ોમાં ખુશીની લાગણી વ્યાપેલ છે. જે બદલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવજી અને રેલ રાજય મંત્રી શ્રીમતિ દશનાબેન જરદોશજીનો અમરેલી જીલ્લાના લોકો વતી સહદય આભાર વ્યક્ત કરેલ છે.