લીલીયાના કણકોટની સીમમાં મારામારીના બનાવમાં પરીણિતાનું સારવાર દરમિયાન મોત

અમરેલી,
મુળ એમપીના બડીફાટા ચોકીદાર ફળીયું તા.ચંદ્રશેખર આઝાદ નગરની કરમબેન લાલુભાઇ કટારીયા ઉ.વ.21 ને તેના કુંટુબી પરીવાર સાથે મોટા કણકોટ ગામની સીમમાં કરશનભાઇ પટેલની વાડીએ ખેતરે મજુરી કામે રહેતા હોય ત્યારે તા.8/11/22 ના સુરતીયાભાઇ નગરસિંહ કટારીયાના કુટુંબી ભાણેજ ગણકર હિરુ રહે.બડીફાટા જી.અલીરાજપુરવાળાએ પેૈસાની લેતીદેતી પ્રશ્ર્ને માથાકુટ કરી કરમબેનને માથાના પાછળના ભાગે લાકડી વડે માર મારતા પ્રથમ અમરેલી ખાનગી દવાખાને સારવાર કરાવી પોતાના વતનમાં જતા રહેલ ત્યારબાદ તેમની તબીયત સારી ન થતા તા.8/11 ના દાહોદ સરકારી હોસ્ટિપલમાં ખસેડાયેલ જયાંથી વધુ સારવાર માટે વડોદરા હોસ્ટિપલમાં ખસેડવામાં આવતા તા.12/11 ના ફરજ પરના તબીબે મૃત્યુ પામ્યાનું જાહેર કરતા પોલીસે આ મારામારીના ગુન્હામાં માત્ર અકસ્માત મોતનો ગુન્હો દાખલ