લીલીયાના નાના રાજકોટ હત્યા-લુંટનો મુખ્ય સુત્રધાર ઝડપાયો

અમરેલી,
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે લખમણભાઇ વિરજીભાઇ વાડદોરીયા, ઉં.વ.72 તેના પત્ની નબુબેન, ઉં.વ.68 ઉપર હુમલો કરી લખમણભાઇ તથા તેમના પત્નીને લાકડાના ધોકાઓ વડે માથામાં અને શરીર આડેધડ માર મારી, લખમણભાઇનું સ્થળ પર મોત નિપજાવી, નબુબેનને મરણતોલ ઇજાઓ કરી, તેમના ઘરમાંથી રોકડા રૂપિયા તથા સોનાના દાગીના તથા ડ્રીમ યુગા મોટર સાયકલ રજી.નં. જીજે 14-એએચ-6990, ની લુંટ કરી નાસી જનારી ગેંગના સભ્યોને અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ શ્રી અલ્પેશ પટેલની ટીમે સખત મહેનત કરી પકડી પાડયા બાદ આ ગેંગનો મુખ્ય સુત્રધાર એવો ખુંખાર અપરાધી પુનીયો ફરાર હોય તેને પકડી પાડવામાં અમરેલીના એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ શ્રી અલ્પેશ પટેલ અને તેની ટીમને સફળતા મળી છે.
અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી., લીલીયા તથા ધારી પો.સ્ટે.ની પોલીસ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરી નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સી.સી.ટી.વી. કુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ.અને આ ગેંગના સભ્યો ટીપુ કનીયાભાઇ ઉર્ફે કનુભાઇ બામણીયા, ઉ.વ.22,પ્રકાશ ઉર્ફે સુરીયો ગુરૂજી રાવત, ઉ.વ.25ને પકડી પાડેલ તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ પુનીયા સવલાભાઇ ગણાવા રહે.કાંટુ, તા.ધાનપુર, જિ.દાહોદ વાળા સાથે મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.
ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન, લુંટ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ આ ખુન અને લુંટના ગુનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. ને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલની રાહબરીમાં એલસીબીની ટીમના શ્રી પીએસઆઇ શ્રી વીવી ગોહીલ, શ્રી અજયભાઇ સોલંકી,શ્રી મનીષભાઇ જોષી, શ્રી ભાવીનગીરી ગૌસ્વામી, શ્રી સલીમભાઇ ભટ્ટી, શ્રી નિકુલસિંહ રાઠોડ, શ્રી વિનુભાઇ બારૈયા, શ્રી ગોકળભાઇ કળોતરા, શ્રી તુષારભાઇ પાંચાણી, શ્રી હરેશભાઇ કુંવારકાસ, શ્રી અશોકભાઇ સોલંકી એ બાતમીના આધારે ગુજરાત ભરના અલગ અલગ જિલ્લાઓના 21 ગુનાઓમાં સંડોવાયેલ તેમજ લુંટ, ધાડના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી પુનીયા સવલાભાઇ ગણાવાને પકડી પાડી, તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી.પકડાયેલ આરોપી પાસેથી પોલીસે સોનાની લગડી 90 ગ્રામ રૂા.4 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.આરોપીએ ગોધરા તાલુકો દાહોદ, ખેડા, અમદાવાદ, પંચ મહાલ, રાજકોટના લોધીકા, કોટડાસાંગાણીમાં રોકડ, સોના ચાંદીના દાગીના, રોકડની લુંટ ચલાવેલ હતી.નિરાધાર વૃધ્ધોની ઘાતકી ઠંડા કલેજે હત્યા કરી અને લુંટ ચલાવનારા ખુંખાર અપરાધીને અમરેલીના એસપીશ્રી હિમકરસિંહે પકડી જેલના સળીયા પાછળ ધકેેલી દેતા અમરેલી જિલ્લાના સાથે ગુજરાતભરના ગામોમાં રાહતની લાગણી છવાઇ છે