લીલીયાના પીએસઆઇને સસ્પેન્ડ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય

  • લીલીયામાં ગત રાત્રીના આરઆરસેલ દ્વારા દારૂ પકડાયો હતો
  • લીલીયા પીએસઆઇ તથા બીટના હેડ કોન્સટેબલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ

અમરેલી,
કાલે લીલીયામાં આરઆરસેલ દ્વારા સ્થાનિક પોલીસ સાથે દરોડો પાડી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડયો હતો અને આજે લીલીયાના પીએસઆઇ શ્રી મેઘાણીને એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
પીએસઆઇ ઉપરાંત એ વિસ્તારના હેડ કોન્સટેબલ ગોવિંદભાઇને પણ નિસ્કાળજી બદલ એસપીશ્રીએ સસ્પેન્ડ કર્યા હોવાના સમાચારો ફરી વળતા બેદરકારી દાખવનારામાં ફફડાટ ફેલાયો છે. અને લીલીયાનાં આ દારૂ પ્રકરણની પણ ઉંડાણ પુર્વકની તપાસ થઇ રહી હોવાનું જાણવા મળેલ છે.