લીલીયાના મોટા કણકોટ-દેવળિયા રોડનું ખાતમૂહર્ત કરતા શ્રી પ્રતાપ દુધાત

લીલીયા તાલુકા ના મોટા કણકોટ -દેવળિયા રોડ અતિ બિસ્માર હાલતમાં હતો અને લોકો તથા વાહન ચાલકોને આ રોડ અતિ ખરાબ હોવાથી મુશ્કેલીઓ પડી રહી હતી, આ રોડ રસ્તા બનાવવામાં માટે લોકોની રજૂઆત મુજબ ધારાસભ્ય શ્રી દ્વારા આ પ્રશ્ને તાત્કાલિક ધોરણે આવરીને ગુજરાત સરકાર માં એસ.આર. ગ્રાન્ટ માંથી આ રોડ ને રીસરફેસિંગ કરવા સારું નાયબ મુખ્યમંત્રી શ્રી ને દરખાસ્ત કરવામાં આવેલ હતી જેના અન્વયે આ ધારાસભ્ય શ્રીની દરખાસ્ત ને ધ્યાને લઈને સરકાર શ્રી દ્વારા આ લીલીયા તાલુકાના મોટા કનાકોત-દેવાળિયા રોડ નાં જોબ નબર મંજુર કરવામાં આવેલ હતા જેથી ધારાસભ્ય શ્રી દ્વારા લોકોની સુખાકારીને ધ્યાને લઈને તાત્કાલિક આ રોડ કરવામાં આવે તેવી રજૂઆત પણ હતી જેથી આ રોડ મંજુર થતા આજ રોજ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્દવારા આ રોડ નું ખાતમૂહર્ત કરવામાં આવેલ