લીલીયામાં એસટી બસ સેવા શરૂ કરવા શ્રી વિરાણીની રજુઆત

લીલીયા,
એસટી વિભાગનાં અમરેલી ડીવીઝન દ્વારા વિવિધ વિસ્તારની બસ સેવા ઘણા સમયથી શરૂ કરવામાં આવેલ તેની સામે લીલીયા તાલુકા પ્લેસ હોય છતાં એસ પણ બસની સુવિધા ડીવીઝન દ્વારા આપવામાં આવેલ નથી જેના કારણે લોકોને મુશ્કેલી છે. તા.14 જુનનાં રોજ ચેમ્બર ઓફ કોમર્સ અને લોકો દ્વારા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી અને ડીવીઝનમાં રજુઆત પણ કરેલ હોવાનું જણાવેલ છે. જેથી કોઇ રાજકીય મુદ્દો બને અથવા લોકો દ્વારા આંદોલન કરવામાં આવે તો જવાબદારી એસટી તંત્ર વતી આપની રહેશે તેમ ડીવીઝન કન્ટ્રોલર પત્ર પાઠવી એસટી સલાહકાર બોર્ડનાં સભ્ય વિરાણીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.