લીલીયા,
લીલીયામાં ઉમીયા માતા મંદિર રજત જયંતી ઉત્સવનું આયોજન થતા તા.7 ના રોજ જુવારા યાત્રા, 21 કુંડી હોમાત્મકકયજ્ઞ તા.8 ના યુવા સંમેલન, મહીલા પરીસંવાદ અને પરંપરાની પ્રતિષ્ઠા તથા રાત્રે ફીલ્મકલાકારોની રમઝટ તેમજ તા.9 રવિવારે નેનો યુરીયા, ડીએપી તથા ગાય આધારીત ખેતી માર્ગદર્શન અને રાત્રે રાજભા ગઢવી અને હીતેષ અંટાળાના લોકડાયરા બાદ તથા તા.10 સોમવારે ટ્રસ્ટીઓ તથા કાર્યકરોના સન્માન અને આભાર દર્શન સાથે કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી રવિવારે કેન્દ્રીયમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાની રજતતુલા કાર્યક્રમ યોજાયો હતો તેમા શ્રી રૂપાલાનું ભવ્યાતીભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉમીયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાબુભાઇ ધામતે મહેમાનોનું સ્ વાગત પ્રવચન કરી તમામને આવકાર્યા હતા અને જણાવ્યું હતુ કે આ પ્રસંગ માત્ર કડવ પાટીદારોનો નથી સમગ્ર જીલ્લાનો છે તેમ જણાવી ઉમીયા મંદિરની રૂપરેખા આપી હતીપુર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઇ મેતલીયાએ જણાવ્યું હતુ કે સમાજને બધ્ાુ મળી ગયું છે સમગ્ર ભારતમાં ડંકો વાગે તેવા ખેરખાઓ અહીં ઉભા છે સમાજ સામાજીક સ્થિતિ પણ બદલાતી જાય છે ભણતર આવ્યું પણ ગણતર ગયું છે દિકરા દિકરીને વળાવવાનો મોટો પ્રશ્ર્ન છે હવે સામાજીક ક્રાંતી લાવવી પડશે તેમ શ્રી મેતલીયાએ જણાવ્યું હતું.ઉમીયાધામ સીદસરના શ્રી જગદીશભાઇ કોટડીયા, વિશ્ર્વ ઉમીયા ફાઉન્ડેશનના શ્રી આરસી પટેલ, શ્રી ગોવિંદભાઇ વરમોરા, શ્રી જેરામભાઇ વાસીયાળાવાળા, રાજકોટના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાએ પણ સૌને પ્રેરક સંબોધન કર્યુ રાજયના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ જણાવ્યું કે આપણે કઇ દિશા તરફ જઇ રહયા છીએ હિંદુના નાતે આવનાર સમયમાં એકપણ યુવાન વ્યસન વાળો ન રહેવો જોઇએ જે સેવા કરે છે દાન આપે છે તેનો વાહો ઠબઠબાવો તમામ ટ્રસ્ટીઓ અને સેવકોને બિરદાવજો તેમ જણાવી શ્રી પાનસેરીયાએ વધ્ાુમાં જણાવ્યું કે સંસ્કારીતા આધારીત બને તે જરૂરી છે.આવનાર સમયમાં સમૃધ્ધિ હશે પણ સંસ્કારીતાની જરૂર છે.વિશ્ર્વ ઉમીયાધામ ખોડલધામ એકમંચમાં આવે તે પણ જરૂરી છે બધ્ાુ ભુલી સદભાવનાનું વાતાવરણ આપણને શ્રેષ્ઠતા તરફ લઇ જશે તેમ શ્રી પાનસેરીયાએ જણાવ્યું હતુ.ઉધોગપતિ શ્રી વસંતભાઇ ગજેરાએ જણાવ્યું કે વિચારોનું આચરણ થવુ જોઇએ આવતા દિવસોમાં આપણે કયાં હશુ તે ખબર નથી સાચી વાત તો એ છે ઘર એક મંદિર છે આપણા આપણા બાળકો માટે ટાઇમ નથી આપતા વિચારો નથી આપતા અંઘશ્રધ્ધામાં જઇને ગમે ત્યાં ધ્ાુન લેવી છે પણભગવાન સર્વત્ર છે બાળકોને શકિતશાળી બનાવો રાષ્ટ્ર એકતા બનાવો હું 50 હજાર બાળકોને ભણાવું છુ વાત્સલ્ય ધામમાં બાળકો એવા છે જે ઝુંપડપટીમાં રહે છે તે બાળકોને પ્રેમ વિચારો આપીએ આપણે કોઇ પાસે ભીખ ન માંગવી જોઇએ છતા આપણે કયાંક ચુકયા છીએ તેમ વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતું.પુર્વ મંત્રી શ્રી ચીમનભાઇ સાપરીયાએ જણાવ્યું કે માતાજીના માધ્યમથીમહોત્સવ કરીએ છીએ પુજન અર્ચન કરી છુટુ પડવુ તે આપણો સ્વભાવ નથી તેમ જણાવી લીલીયાનાઆયોજનને બિરદાવી બાબુભાઇ ધામત તથા વજુભાઇ ગોલને બિરદાવ્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે અમે અને શ્રી રૂપાલા 53 વર્ષથી મિત્રો છીએ મિત્રો છીએ આજે તેમનું સન્માન થઇ રહયુ છે તેમનો આનંદ છે રજત તુલા બદલ તમામનો આભાર માનું છુ શ્રી રૂપાલા પ્રધાન હતા હું ઇફકોમાં ચેરમેન છું અમોએ નેનો યુરીયા બાદ નેનો ડીએપીની શોધ કરી મહત્વનું કામ કર્યુ છે સરકારમાં બેઠા હોય તો તેવુ કામ થઇ શકે અને પ્રોત્સાહન આપી શકાય તેની વિગતો આપી હતી દેશમાં અત્યારે એમએચઓ પ્લાન્ટ આપવા કરોડો રૂપિયા ફાળવીને શ્રી રૂપાલાએ સારૂ કાર્ય કર્યુ છે અમર ડેરી દ્વારા તે કામ શ્રી અશ્ર્વિન ભાઇ સાવલીયાના નેતૃત્વમાં થઇ રહયું છે સમગ્ર દેશમાં દિવાદાંડી રૂપ કામ કર્યુ છે તેથી શ્રી રૂપાલાનું સન્માન થાય છે તેથી મારી છાતી ગજગજ ફુલે છે તેમ જણાવ્યું હતું.કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું કે 25 વર્ષનો સમય એક પેઢીનું રૂપાંતર થઇ જાય 25 વર્ષ બાદ પેઢી બદલી જાય એક પેઢી બદલાઇ ગઇ આજે જુના વખતની કંકોત્રી મળી અને ખાતમુહુર્ત યાદ આવ્યું ધીરૂબાપુના આર્શીવાદથી ધારાસભ્ય શ્રી ખોડીદાર ઠકકર અને લાલાવદરના રામબાપા એ 84માં કાર્યક્રમ કરેલો આજે વગડોવાળીને બેઠા છે તોએ માણસ સમાતુ નથી તેમ જણાવી ખોડીદાસબાપા, બેચરભાઇ, હનુભાઇ, વીવી વઘાસીયા, પ્રતાપ દુધાત બાદ મહેશ કસવાલાને યાદ કર્યા હતા અને બિરદાવ્યા હતા આજે સુરત મુંબઇની બ્રોડગેજ લીલીયાના પાદરમાં ઉભી રહી છે પશુઓમાં સિમેન્ટનો પ્રશ્ર્ન સોલ્વ કરવા ગયો અને બ્રાઝીલની એક પેઢી સાથે મુલાકાત થઇ તે અહીંયા મોૈઝુદ છે આપણી ગાયને કારણે બ્રાઝીલ ગાય આધારીત બન્યું છે ઓંગલ ગાય 13 કરોડમાં વહેંચાઇ હતી પશુપાલનને ત્યાં ઉધોગના રૂપમાં વિકસાવેલ છે તે બ્રાઝીલ માટે ગીરગાય અહીંથી લઇ ગયા અને તેના વાછરડા આપણા ભાણીયા કહેવાઇ બ્રાઝીલનો પરીવારને અમરેલીમાં ગીરગાય અહીંયા વિકસાવવા લાવીયા તેમને આજે સ્થળ બતાવીશું આપણી ગીરગાયથી બ્રાઝીલનો ખુબ વિકાસ થયો હવે બ્રાઝીલથી ગીર ગાય મારફત આપણે વધ્ાુ સમૃધ્ધિ લાવવાની છે.ભ્રુણ હત્યાના ્પાપમાંથી મુકત થવાનો આજે સંકલ્પ લેજો દિકરીને ગર્ભહત્યા ન થવી જોઇએ તેમ જણાવી લીલીયાને બિરદાવ્યું હતુ કોલેજના પ્રિન્સીપાલ શ્રી કાનપરીયા, વિમલ મહેતા, ડો.પિયુષ ચાવડા, સતીષ મેઘાણી, સ્નેહી પરમાર, વિરલ જોષી, અનિલ રાદડીયા, હરેશ દુધાત, મોહીત ડાવરા, જગદીશ વેૈષ્ણવને યાદ કરી બિરદાવ્યા હતા અને રજત તુલા બદલ આભારની લાગણીવ્યકત કરી જણાવ્યું કે હું દિલીપ સંઘાણીને આંગળી પકડી આગળ આવ્યું છું તે દિલીપભાઇ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચુંટણી લડી શકયા છે તે પણ ગોૈરવ છે રજત તુલામાં આવેલ ચાંદી યોગ્ય લાગે ત્યાં સમાજ ઉપયોગ કરે લોકોના હિતમાં ઉપયોગ થાય તેમ શ્રી રૂપાલાએ જણાવ્યું હતુ સમગ્ર કાર્યક્રમનું સંચાનલ પલક આચાર્ય, મીરલ મેતલીયા, ધીરૂભાઇ કોટડીયા, ભાવેશ આઘજાએ કર્યુ .