લીલીયામાં ગાંધી જયંતિ ઉજવતા ધારાસભ્ય શ્રી દુધાત

  • કૃષ્ણકુમારસિંહજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે આયોજન : આગેવાનોની ઉપસ્થિતી

અમરેલી,
આજરોજ તારીખ 02/10/2020 નાં રોજ લીલીયા મોટા મુકામે લીલીયા-સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના અધ્યક્ષ સ્થાને કૃષ્ણકુમાર સિહજી સાર્વજનિક પુસ્તકાલય (લાઈબ્રેરી) ખાતે પ.પુ. ગાંધીબાપુ ના પુસ્તકોનું પ્રદર્શન અને ગાંધી વિચાર ગોષ્ટી અને પુ.બાપુને શ્રધાંજલિ અર્પણ કરવાનો કાર્યકમ સોસ્યલ ડીસ્ટન્સ ના નિયમો સાથે કરવામાં આવેલ હતો. ધારાસભ્ય શ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી પુ.બાપુને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી, અને ધારાસભ્ય શ્રી એ બાપુના સત્ય અને અહિંસા ના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો, અ ને પંચાસી વર્ષ જુબી સમૃદ્ધ લાઈબ્રેરી નું જીણવટ પૂર્વક નિરીક્ષણ કરીને ખુબજ પ્રભાવિત થયા હતા, અને સંચાલકો ને અભિનદન પાઠવ્યા હતા, દીપ પ્રાગટ્ય માં ધારાસભ્ય શ્રી ની સાથે ખેડૂત અગ્રણી દકુભાઈ બુટાણી , ચેમ્બર્સ ઓફ કોમર્સ પ્રમુખ ભુપતભાઇ શેખલિયા, ખોડાભાઈ માલવિયા, મનોજભાઈ સેજપાલ, જીવરાજભાઈ પરમાર, બાહાદુરભાઈ બેરા, મહેશભાઈ વોરા, રમેશભાઈ વોરા, નીલેશભાઈ મહેતા, વગેરેએ જોડાયા હતા, લાઈબ્રેરી ના પ્રમુખ શ્રી હરેશભાઈ સેજપાલે ધારાસભ્યશ્રીનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરેલ અને તમામ ઉપસ્થિત લોકોનું શબ્દોથી સ્વાગત કરેલ હતું, લાઈબ્રેરીયન શ્રી ભીખાભાઈ ભાલાળા એ લાઈબ્રેરી ની પ્રવુતિ અંગે સવિસ્તાર થી માર્ગદર્શન આપેલ હતું, આ પ્રસંગે અગ્રણીશ્રીઓ જયેશભાઈ ઉનડકટ, ભાવેશભાઈ નાગ્રેચા. કાન્તીભાઈ ગેલાણી, રમેશભાઈ પરમાર, તાહેરી કપાસી, લલીતભાઈ દેસાઈ અને લાઈબ્રેરી ના નિયમિત વાચકો વિધાર્થીઓ,વેપારીઓ, અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને પુ. મોહનદાદા દવે એ સ્થાપેલ લાઈબ્રેરી હજુ વધારે પુસ્તક રૂપી જ્ઞાન પીરસે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.