લીલીયા,
લીલીયા શહેરમાં ભુર્ગભ ગટરના પાણી ફરી વળતા વેપારીઓ દ્વારા ગ્રા.પં.ને રજુઆત કરતા સરપંચ દ્વારા જયાં સુધી જેટીંગ મશીન ન મળે તો સફાઇ થઇ શકે તેમ ન હોય અને સરપંચ દ્વારા છેલ્લા એક માસથી ડીડીઓ અને કાર્યપાલક ઇજનેરને અવાર નવાર લેખીત અને ટેલીફોનીક રજુઆત કરવા છતા જેટીંગ મશીનની કોઇ વ્યવસ્થા જિલ્લા કક્ષાએથી ન થતા લીલીયા શહેરમાં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરીવળતા વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ થતા વેપારીઓ પણ તંત્ર સામે નારાજગી દર્શાવી રહયા છે ત્યારે આ બાબતે રાજકીય પદાધીકારીઓ પણ સહયોગ આપે તેવી લોકલાગણી ઉઠેલ છે ભુર્ગભ ગટર ન ચાલવા પાછળ ગટરના કુવાઓ ઉપર મુકવામાં આવેલ તમામ મોટરો બંધ હોવાને કારણે ભુર્ગભ ગટર ચાલતી નથી આ પ્રશ્ર્ને પણ ગ્રા.પં.દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવેલ છે.ભુર્ગભ ગટર મેઇનટેન્સના કાર્યપાલક દ્વારા મેઇનટેન્સના રૂા.5 લાખ પંચાયતને અપાતા હતા તે પણ જિલ્લા પંચાયત તરફથી મળેલ ન હોવાથી આ પરીસ્થીતી પેદા થઇ છે.તંત્ર પણ જલ્દી મેઇનટેન્સ ખર્ચ ફાળવે તેવી સરપંચ દ્વારા માંગણી કરવામાં આવી છે.