લીલીયામાં ટ્રેનના સમયે અમરેલીથી એસટી બસ દોડશે

અમરેલી,લીલીયાથી મહુવા બાંદ્રા અને મહુવા સુરત ટ્રેન પસાર થાય છે આ ટ્રેનનો અમરેલી ઉપરાંત લાલાવદર, સલડી સહિતના મુસાફરો લાભ લઇ શકે તે માટે અમરેલી એસટી સલાહકાર સમિતીના સદસ્ય શ્રી અશોકભાઇ વિરાણીએ એસટીમાં રજુઆત કરી હતી તેથી ડીવીઝન કંટ્રોલર શ્રી જાડેજા, પરિવહન અધિક્ષક શ્રી નથવાણી, ડેપો મેનજર શ્રી કરમટા, એટીઆઇ શ્રી સુરગભાઇના પ્રયાસોથી મંજુરી મળતા હવે મહુવા બાંદ્રા સાંજે 8:45 અને મહુવા સુરત 9 વાગ્યાની ટ્રેનના સમય પહેલા જ અમરેલીથી હાથીગઠ વાયા લીલીયા રેલ્વે સ્ટેશન બસ સાંજના 7:30 કલાકે અને 8:15 કલાકે ઉપડશે આ બસ દ્વારા ટ્રેન પીકઅપ કરી શકાશે.