લીલીયામાં પ્રેમલગ્ન કરનાર યુવાન અને તેના પિતા ઉપર જીવલેણ હુમલો

  • મહિલાએ પિયરપક્ષમાં ચડાણમી કરતા 10 શખ્સોએ ઘાતક હથીયારો વડે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ

અમરેલી,
મોટા લીલીયામાં 18 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા બાદ અવાર – નવાર મહિલાએ પિયરપક્ષમાં ચડામણી કરતા 10 શખ્સોએ તલવાર , પાઈપ, છરી જવા ઘાતક હથીયારો વડે પિતા અને પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ બનાવની પોલીસ દફતરે નોંધાયેલ વિગત અનુસાર મોટાલીલીયામાં નાવલી બજારમાં રહેમાનભાઈ ઓસ્માણભાઈ શીરમાન ઉ.વ.64 ના દિકરા રજાકભાઈએ 18 વર્ષ પહેલા સહેનાજબેન સાથે પ્રેમલગ્ન કરેલ. ત્યારબાદ અવાર- નવાર સહેનાજબેને પિયરપક્ષના લોકોને ચડામણી તથા ઉશ્કેરણી કરી રાગદ્વેશ રાખી સોહરામ સુલતાન અબડા, અકરમ જીણા અબડા,અશલમ મહેબુબ અબડા, કાનો સુલતા અબડા, અપુ ઉર્ફે દરબાર રજાક, સોહિલ મહેબુબ, હાજી ઈસ્માઈલ, રફીક અલ્લરખ સહિત 10 શખ્સોએ ગુનાહીત કાવતરૂ રચી તલવાર , પાઈપ, છરી જવા ઘાતક હથીયારો ધારણ કરી રજાકભાઈ પાસે જઈને તે કંઈ સમજે તે પહેલા. ગાળોબોલી રહેમાનભાઈ તથા તેના દિકરા રજાકને તલવાર વડે જાવલેણ હુમલો કરી ગંભીર ઈજા કર્યાની યુવતી સહિત 10 શખ્સો સામે લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ હે.કોન્સ એસ.એ. ગોહિલ ચલાવી રહયા છે.