લીલીયામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા મોત

  • માથાના દુ:ખાવાની બીમારીથી કંટાળી પગલુ ભર્યુ

અમરેલી,
લીલીયામાં રહેતા હસમુખભાઇ ગણપતભાઇ બુટાણી ઉ.વ. 55 છેલ્લા 4 વર્ષથી માથાનો દુ:ખાવો જતો હોય. દવા લેવા છતાં પણ કોઇ ફેર પડતો ન હોય. જેથી પોતે બીમારીથી કંટાળી જઇને પોતાની વાડીએ જઇ કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતાં મોત નિપજયાનું પુત્ર અલ્પેશભાઇ બુટાણીએ લીલીયા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.