લીલીયામાં ભુગર્ભ ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય તો 15મીએ ઉપવાસ આંદોલન કરવા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતની ચીમકી

  • ભુગર્ભ ગટરમાં કાયમી સફાઇ ન થતા લોકોના આરોગ્યને ખતરો
  • ગ્રામજનો વેપારીઓને સાથે રાખી ઉપવાસ આંદોલન કરવા રોષભેર અલ્ટીમેટમ અપાયું

અમરેલી,
લીલીયા છેલ્લા ઘણા સમયથી આ ગામે આવેલ ભૂગર્ભ ગટર નાં ગંદા પાણી જાહેર રોડ,તેમજ લોકોના ઘરની ગટર કુંડી માં ગંદા પાણી ઉભરાવાના કારણે લોકોને આરોગ્ય માટે મોટો ખતરો ઉભો થવા પામેલ છે, અને લીલીયા તાલુકાનું લીલીયા ગામ મોટું હોય અને મેઈન બજારો આવેલ હોવાથી આ લીલીયા તાલુકાના 37 જેટલા ગામોનું ખરીદી નું મુખ્ય સ્થાન છે, પરંતુ આ ભૂગર્ભ ગટર ના કાયમી સફાઈ કામ ન થવાના અભાવે ગામ લોકો પર આરોગ્ય અને સુખાકારી નો ખતરો મંડરાયેલ છે, આ ભૂગર્ભ ગટર ના ગંદા પાણી લીલીયા શહેર નાં જાહેર રોડ પર વહી રહેલ છે, હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે, તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ દરકાર કરેલ નથી. જેના કારણે લોકો, આમ રાહદારીઓ, અને પ્રજાજનોને આરોગ્ય માટેનું જોખમ ઉભું થવા પામે તેમ હોય, આ પ્રસ્તુત બાબતે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા હાઇકોર્ટ માં પી.આઈ.એલ પણ દાખલ કરેલ, અને તેમાં હાઇકોર્ટ ના આદેશ મુજબ તંત્ર આંખ આડા કાન કરીને અ આદેશનું પાલન કરવામાં આવી રહેલ નાંહોય, તેમજ તંત્ર દ્વારા આ અંગેની કોઈ સાફ સફાઈ ની કામગીરી કરવામાં આવતી ના હોવાથી, લીલીયા ગામના લોકોને આરોગ્ય ની સામે ખતરો ઉભો થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. જેથી આ આ પ્રશ્ન અંગે તાકીદ સાફ સફાઈ કરાવીને ભૂગર્ભ ગટર નાં ગંદા પાણી નો તા 15/09/2020 સત્વરે નિકાલ કરવામાં આવે. અન્યથા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લીલીયા ના ગ્રામ જનો, અને વેપારી મંડળો, આગેવાનો ને સાથે રાખીને લીલીયા મામલતદાર શ્રી ની કચેરી સામે તારીખ 16/09/2020 નાં રોજ એક દિવસીય પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉછારેલ છે.