લીલીયામાં ભુગર્ભ ગટરને કારણે લોકોનાં આરોગ્યને ગંભીર ખતરો

  • ગટરનાં પાણીનો નિકાલ થતો નથી : લોકોએ કાયમી વેઠવી પડતી મુશ્કેલી

લીલીયા,
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રજાના વેરા અને સરકારી ગ્રાન્ટ થી લોકોને જરૂરિયાત મુજબની સુવિધાઓ પુરી પાડે તેમજ આરોગ્યલક્ષી કામગીરી કરી સુખાકારીમાં વધારો થાય તેને બદલે લીલીયા મોટા ગામમાં ભૂગર્ભ ગટર યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થવાથી છાશવારે કુંડીઓ ઉપરથી દુર્ગંધ મારતું પાણી બહાર આવતું હોય આરોગ્ય ઉપર ગંભીર ખતરો મંડરાઈ બન રહ્યો છે.અધૂરામાં પૂરું સરકારી કચેરીઓની બહારની બાજુએ ખુલ્લી ગટર નું પાણીનો નિકાલ થતો નથી.ગ્રામ પંચાયતની બેદરકારીથી અધિકારીઓની જવાબદારી હોવા છતાં તેઓ શુકામ આ બધું સહન કરે છે.આ તસવીરો પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશવાના નાળા નીચેના છે.આ લાઈનમાં મામલતદાર, ટી.ડી.ઓ.,ની ફિસો છે,અરજદારો માટે અને ગ્રામજનો માટે બેપરવાહ અધિકારીઓ,પદાધિકારીઓ નિષ્ફળ ગયા છે.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ મૌન ક્યાં સુધી રહેશે.!? તગડા પગાર લેતા અધિકારીઓ પ્રજાની સુખાકારી માટે ઉચિત ફરજ બજાવે એવી સહનશીલ નાગરિકોની માંગ છે. તેમ અતુલ શુક્લ દામનગર દ્વારા જણાવાયું છે.