લીલીયામાં મત ગણતરી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી આયુષકુમાર ઓક

  • સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને વહીવટી તંત્રનો આખરી ઓપ

અમરેલી, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ગણતરીના કલાકો જ બાકી રહયા છે તેવા સમયે લીલીયા અમૃતબા વિદ્યાલયમાં ચુંટણી સાહિત્ય વિતરણ કેન્દ્ર અને મત ગણતરી કેન્દ્રની ઓપચારીક મુલાકાત અમરેલીના કલેકટર શ્રી આયુષ કુમાર ઓક એ લીધી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી આ તકે મામલતદારશ્રી કિશોર ગલચર, ટીડીઓ શ્રી રાઠોડ, પીએસઆઇ શ્રી ચાવડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.