લીલીયામાં રજત જયંતી મહોત્સવનો આજથી પ્રારંભ

લીલીયા,
લીલીયામાં ઉમીયાધામને 25 વર્ષ પુરા થતા કડવા પાટીદાર સમાજ દ્વારા રજત જયંતી મહોત્સવનું તા.7 થી 10 સુધી ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે તા.7/4/23 શુક્રવારે સવારે 7 કલાકે જુવારયાત્રા, 8 કલાકે અલોૈકીક ત્રિદીવસીય 51 કુંડી હોમાત્મક સતચંડી યજ્ઞ પ્રારંભ સાથે પુજય વસંતદીદીની ઉપસ્થિતિમાં આહુતી અપાશે આચાર્યપદે મીતેશભાઇ પ્રકાશભાઇ પંડયા સેવા આપશે બપોરે 4 કલાકે ભજનાનંદ આશ્રમ બોટાદના પુ.આત્માનંદ સરસ્વતી આર્શીવચન પાઠવશે રાત્રે 9 કલાકે મહાઆરતી અને ઉમા રાસોત્સવમાં સાગર પટેલ, તેજલ ઠાકોર રાસની રમઝટ બોલાવશે તા.8/4/23 શનિવારે સવારે 9 કલાકે યુવા સંમેલનમાં શ્રી જય વસાવડા સંબોધનકરશે બપોરે 4 કલાકે મહીલા પરિસંવાદમાં નેહલબેન ગઢવી સંબોધન કરશે રાત્રે 9 વાગે પરંપરાની પ્રતિષ્ઠામાં હિતેનકુમાર આનંદીબેન ત્રિપાઠી લોકગાયક અરવિંદભાઇ બારોટ, મોૈલીકા દવે અને ગુજરાતી ફીલ્મસ્ટારો જમાવટ કરશે તા.9/4/23 રવિવારે સવારે 9 કલાકે નેનો યુરીયા, નેનો ડીએપી માર્ગદર્શન અપાશે પ્રવકતા તરીકે ગોપાલભાઇ સુતરીયા પ્રવચન આપશે બપોરે 4 કલાકે સામાજીક સંમેલન અને બંધારણ વિમોચન કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા કરશે.
25 હજાર લોકો બેસી શકે તેવો સભાખંડ તેૈયાર કરવામાં આવ્યો 100 સ્ટોલ બાળકો માટે મનોરંજન રાઇડ, બંગડી બજાર, ઇફકોના એમડી શ્રી અવસ્થીના માર્ગદર્શન નીચે ખેડુતોને ઇફકોની પ્રોડકટ તથા ખેતીને લગત માર્ગદર્શન અને ડ્રોન દ્વારા નેનોયુરીયા, નેનો ડીએપી છંટકાવનું નિદર્શન હાઇબોન્ડ સીમેન્ટ રાજકોટ તરફથી વરીયાળી શરબતનો સ્ટોલ મુખ્યમંત્રી તથા આરોગ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે ભોજન શાળામાં પ્રસાદ લેવા માટે 60 કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા અને એકી સાથે 5 હજાર લોકો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા મહોત્સવમાં સ્વયંમ સેવકોની ટુકડીઓ બનાવવામાં આવી 200 વિઘા જમીનમાં મહોત્સવ ઉજવવામાં આવશે.રાત્રે 9 કલાકે લોકસાહીત્યકાર રાજભા ગઢવી અને હિતેષ અંટાળા ડાયરો ડોલાવશે તા.10/4/23 સોમવારે સવારે 9 કલાકે આભાર દર્શન અને સન્માન સમારોહ પણ યોજાશે તેમ શ્રી બાબુભાઇ ધામત પ્રમુખ ઉમીયા માતાજી મંદિર ટ્રસ્ટ, ઉપપ્રમુખ મનસુખભાઇ ગાંગડીયા અને રજત જયંતી મહોત્સવ ચેરમેન વજુભાઇ ગોળ તથા વાઇસ ચેરમેન ઉમીયા માતા મંદિર ટ્રસ્ટના ભગવાનભાઇ શેખલીયા તથા ઉમીયા માતાજી મંદિર ટ્રસ્ટી ગણ અને અમરેલી વિસ્તાર 52 ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા જણાવાયું છે.