લીલીયા,
લીલીયામાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલની રૂા.26 લાખની ગ્રાંટના કામના ફાળવણી પુર્વ ઉપસરપંચ બાબુભાઇ ધામતની રજુઆતના અનુસંધાને વર્ષ 2022/23 ની ગ્રાંટમાંથી લીલીયાગામના વિકાસના કામો કરાશે જેમાં પટેલ ડેલી વિસ્તારમાં પેવિંગ બ્લોક રૂા.5 લાખના ખર્ચે, રામકૃષ્ણ સોસાયટીમાં કિરણભાઇ ધામતના ઘર પાસે પેવિંગ બ્લોક રૂા.5 લાખના ખર્ચે, સ્મશાન પરીસરમાં પેવિંગ બ્લોકના કામ રૂા.5 લાખના ખર્ચે, સાંસ્ કૃતિક હોલ બનાવવા રૂા.11 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી આમ કુલ 26લાખની વિકાસના કામો કરવામાં આવશે.
આ ઉપરાંત અગાઉ તેમના તરફથી રૂા.50 લાખની ગ્રાંટના વિકાસના કામ ફાળવવામાં આવેલ છે.લીલીયા ગામની પીવાની પાણી વિતરણની યોજના તેમના દ્વારા મંજુર કરાવવામાં આવેલ