અમરેલી,
લીલીયા શહેર સહિત સમગ્ર પંથકનું અર્થજગત કૃષિ, હીરા ઉદ્યોગ, પશુપાલન આધારિત છે. તેમાં કૃષિકારોની હાલત સાવ ખરાબ બની ચુકી છે. પોષણ ક્ષમ ભાવો, પાક વિમો, અપુરતી વિજળી મળવાથી ખેડુતોમાં નીરાશાનો માહોલ જોવા મળી રહયો છે. બીજી તરફ હીરા ઉદ્યોગમાં મંદી હોવાથી રત્ન કલાકારો બેરોજગાર બની જતા નાના મોટા ધંધાર્થીઓ નવરા ધુપ બની ગયા છે.