લીલીયામાં શ્રી રૂપાલાની ઉપસ્થિતિમાં બિલ્ડીંગ લોકાર્પણની તેૈયારીઓ

લીલીયા,

લીલીયા મોટા ખાતે આગામી તારીખ 12/5/2023 શુક્રવારના રોજ સાંજના 6 કલાકે શ્રી પ્રગતિ ક્રેડિટ કો ઓ સોસાયટી આયોજિત સોસાયટી ના નવા વહીવટી ભવન ના લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા ના અધ્યક્ષતામાં યોજાનાર છે આ પ્રસંગને સફળ બનાવવા પ્રગતિ સેવિંગ એન્ડ ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને ઇફકોના ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા ની અધ્યક્ષતામાં એક અગત્યની મીટીંગ મળી ગઈ હતી આ પ્રસંગે સોસાયટીના ચેરમેન ભાવેશભાઈ અને વાઇસ ચેરમેન પ્રકાશભાઈ વિરાણીએ કાર્યક્રમની રૂપરેખા આપી ઉપસ્થિત સહકારી રાજકીય વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિના અગ્રણી આગેવાનો ને શાબ્દિક આવકાર્યા હતા. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ બાબુભાઈ ધામત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ભુપતભાઈ ધામત લોહાણા સમાજ અગ્રણી હિતેશભાઈ કારીયા ડોક્ટર કુંભાણી આર બી ભાલાળા તુષારભાઈ ધોરાજીયા નિર્મળભાઈ ખુમાણ માવજીભાઈ લહેરી શેખલિયા મનોજ ભાઈ સેજપાલ મુકેશ ભાઈ ધામત કમલેશ બાપુ અગ્રાવત પત્રકાર અશોકભાઈ વિરાણી મનોજ ભાઈ જોશી ઇમરાન પઠાણ સહિતના વિવિધ જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા