- ગ્રામ પંચાયતની રસાકસીભરી ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થતા
લીલીયા,
લીલીયા ગ્રામ પંચાયતની ચુંટણીમાં આજે મત ગણતરી થતા પરિણામ જાહેર થયુ હતુ અને લીલીયામાં સરપંચ પદે કોંગ્રેસ પ્રેરીત પેનલના શ્રી જીવનભાઇ વોરાનો ભવ્ય વિજય થતા વિજય સરઘસ કાઢીને આગેવાનો ટેકેદારોએ ખુશી વ્યક્ત કરી હતી લીલીયા ગ્રામ પંચાયતમાં 5787 મતો પડયા હતા. જેમાં કોંગ્રેસ પ્રેરીત પેનલના શ્રી જીવનભાઇ વોરાને 1472 મત મળતા સરપંચ પદે વિજેતા થયા હતા તેમના વોર્ડ વાઇઝ સભ્ય પૈકી 14 માંથી 7 સભ્યો પેનલમાં વિજેતા થયા છે જેની સામે ભાજપ પ્રેરીત પેનલના ભનુભાઇ ડાભીને પાંચ સીટ સાથે 1933 તથા પુર્વ સરપંચ બાબુભાઇ ધામતને બે સભ્યો સાથે 1491 મત મળ્યા હતા જેથી જીવનભાઇ વોરા 779 મતે વિજેતા જાહેર થયા હતા. જે પરિણામ જાહેર થતાની સાથે જ ડીજેના તાલે વિરાટ વિજય સરઘસ નીકળ્યુ હતુ જેમાં ઠેર ઠેર સ્વાગત સાથે લોકોએ પણ વિજયના વધામણા કર્યા હતા. આ વિજય સરઘસમાં લોકો ડીજેના તાલે ઝુમી ઉઠયા હતા ભવ્ય વિજય સરઘસમાં બહાદુરભાઇ બેરા, જીવરાજભાઇ પરમાર, ખોડાભાઇ માળવીયા, સાબીરભાઇ દલ, વિજયભાઇ ભાલાળા સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.