લીલીયામાં સ્વચ્છતા અભિયાનનાં ધજાગરા

  • ભુર્ગભ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યાં : લોકોમાં ભારે રોષ

લીલીયા,
લીલીયા મોટામાં સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાનના ધજાગરા, ભુગર્ભ ગટરના ગંદા પાણી નેવાના પાણી મોભારે ચડાવ્યા.
લીલીયા શહેર તેમજ સાઇનાથપરા સંધી સોસા. ગઢશેરી, કુંભાર શેરી, કિકાણી પ્લોટ, જેવા અનેક વિસ્તારમાં ભુર્ગભ ગટરની કુંડીઓ ઉભરાવા લાગી છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્વોહ બહુજ પ્રમાણ ફેલાઇ રહ્યો છે. આ ગંદા પાણીથી મેલેરીયા તાવ, ટાઇફોડ અને સિક્નગુનીયા જેવા રોગો જોવા મળે છે. અત્યારે કોરોનાની મહામારીમાં આ પાણી રોગને નોતરે તેવુ લાગી રહ્યું છે. અનેકવાર રજુઆતો રૂબરૂ. તેમજ લેખીતમાં પણ કરેલ છે. પણ સરકારીશ્રી, અધિકારીઓ, પદ્યધિકારીઓ અને કહેવાતા ગામનાં આગેવાનોનું પેટનું પાણી પણ હલતુ નથી. પ્રજા જાયતો ક્યાં જાય આ બધાનો ભોગ પ્રજાએ ભોગવવું પડે છે. ચુંટળી સમયે લોકોને આંબલી પીપળી બતાવીને મત માંગી લે છે. અને પછી પ્રજાની સ્થિતી શું છે. તેની પરવાહ કરતા નથી. આરોગ્ય શાખા દ્વારા ડી.ટી.નો છેટકાવ કરવામાં તો મચ્છરો નો ઉપદ્વો નો નાશ થાય અને ગંદકીની સમીક્ષા ખુબજ છે. તેને ના થવા સરકાર ધ્યાન આપે તો ઘણુ સારૂ છે. તેવું લોકો ઇચ્છી રહ્યા છે. તેમ મહેશ દવે ની યાદી જણાવે છે.