- વેપારી અગ્રણી શ્રી વંડ્રાએ બોર્ડ મુકી આંદોલનની ચિમકી આપી
લીલીયા,
લીલીયાનાં પીઢ આગેવાન ખોડીદાસ ઠક્કરનાં અવસાન બાદ શહેરની માઠી બેઠી હોય તેમ અનેક સમસ્યાઓ ઉભી છે. શહેરમાં 15 જેટલા વોર્ડમાં કરોડોનાં ખર્ચે ભુગર્ભ ગટરની કામગીરી સાવ નબળી અને નિયમોને નેવે મુકી કરવામાં આવતા લોકો 10 વર્ષથી આ પ્રશ્ર્ને પીડાય છે.
છતાં ઉકેલ આવતો નથી. અનેક વખત ચેમ્બર ઓફ કોમર્સ, ડાયમંડ એસો. વેપારી મંડળ સહિત સામાજીક સંસ્થાઓએ પણ આંદોલન કર્યાને તે સમયે જવાબદાર અધિકારીઓએ મૌખિક ખાતરી અપાયા બાદ પ્રશ્ર્નનો ઉકેલ ન આવતા સ્થાનિક વેપારી અગ્રણી રસીકભાઇ વંડ્રાએ હાઇકોર્ટમાં પીએલઆઇ દાખલ કરી છે. અને ન્યાય આપવા માંગ કરી છે. આ પ્રશ્ર્ને ઉકેલ નહી આવે તો આંદોલન કરવા ચિમકી આપ્યાનું જણાવાયું છે.