લીલીયા,
લીલીયા તાલુકાકક્ષાનું ગામ છે શહેરની અંદર જ રોડ નિકળે છે તે સ્ટેટ હાઇવે કહેવાય છે આ રોડ ઉપર હજારો વાહનોની અવર જવર થાય છે આ રોડ લીલીયા અમરેલી તરીકે ઓળખવામાં આવે છે અને તંત્ર દ્વારા ભર ચોમાસે રોડનું કામ કરવા માટે ખોદકામ કરવામાં આવે છે આ રોડનું માત્ર 120 ફુટનું કામ છે ત્રણ મહિના વિતી જવા છતા પણ કામ ગોકળગાયની ગતિએ ચાલે છે ગામના રાહદારીઓ માટે આ મહત્વનો રોડ છે એસટી બસ પણ અહીંયાથી ચાલે છે અને બસસ્ટેન્ડ પણ આ રોડ પર આવેલ છે.ખોદકામના કારણે નાવલી બજાર મેઇન બજાર શાક માર્કેટ હોવાથી લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.ચોમાસાના કારણે પાણી પણ નાવલી નદીમાંથી જ પસાર થાય છે.વધારે વરસાદના કારણે ત્રણથી ચાર ફુટ સુધી પાણી વહે છે જેના કારણે વાહનોની અવર જવર બંધ થઇ જાય છે.તો વહેલી તકે કામ પુર્ણ કરવા લોકોની માંગ