લીલીયા ક્રાકચ ચોકડી પરથી કારમાં થતી દેશી દારૂની હેરા-ફેરી ઝડપાઇ

  • બે શખ્સોને કુલ કિં.રૂ.1,77,200/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી,
એલ.સી.બી.ટીમ લીલીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ભોરીંગડા ગામ તરફથી લીલીયા ક્રાકચ ચોકડી તરફ એક લાલ કલરની મહીન્દ્રા કંપનીની લોગાન કાર નં.જીજે 05 સી એમ 2022 વાળીમાં સાવરકુંડલાના રીયાઝ ઉર્ફ રીચાર્જ અલારખ મલેક તથા સંજય સોમા વડેચા મોટા પ્રમાણમા દેશી દારૂ લઇ આવતા હોવાની ચોક્કસ બાતમી મળતાં લીલીયા – ક્રાકચ ચોકડી પર વોચ ગોઠવી મહીન્દ્રા કંપનીની લોગાન કારમાં થતી દેશી દારૂની હેરા-ફેરી પકડન પાડી રીયાઝ ઉર્ફ રીચાર્જ અલારખભાઇ મલેક ઉ.વ.35 રહે.સાવરકુંડલા, ખાદી કાર્યાલય, સંજય સોમાભાઇ વડેચા ઉ.વ.25 રહે.સાવરકુંડલા, ભુવારોડ, મોટા કોળીવાડને ઝડપી લીધ્ોલ છે.પકડાયેલ શખ્સોેની પુછપરછ દરમ્યાન તેણે આ દેશી દારૂ ગારીયાધાર તાલુકાના નવાગામથી સુરેશ રમેશભાઇ ધોળકીયા પાસેથી મેળવેલ હોવાનું અને સાવરકુંડલાના ભાયા ભાકુભાઇ દેગામાને આપવા જતા હોવાનું ખુલવા પામેલ છે. પોલીસે દેશી પીવાનો દારૂ લીટર 310, કિં.રૂ.6,200/- તથા મહીન્દ્રા કંપનીની લોગાન કાર નં. જી. જે.05. સી .એમ. 2022 કિ.રૂ.1,70,000/- તથા મોબાઇલ ફોન-2 કિ.રૂ.1,000/- મળી કુલ કિં.રૂ.1,77,200/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આરોપીઓને લીલીયા પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે.