અમરેલી,
અમરેલીથી 17 કિલોમીટર ઓતરાદે અને દખણા દે આવેલા લીલીયા અને ચિતલ બંનેમાં રેલ્વેની બ્રોડગેજ લાઇનથી દેશમાં કનેક્ટીવીટી મળવી શરૂ થઇ ગઇ છે પણ અમરેલીમાં મીટરગેજ યથાવત છે તેના કારણે રેલ્વે માટે લીલીયા અને ચિતલમાં સુવિધા છે અને હજુ મળવાની છે પણ અમરેલીને રહી ગયાનો આક્રોશ છે તેના માટે પોસ્ટકાર્ડ ઝુંબેશ, સોશ્યલ મિડીયાનું અભિયાન જેવા કાર્યક્રમો અમરેલીમાં ચાલુ છે અમરેલીની જેમ જ ધારીમાં પણ આવો જ પ્રશ્ર્ન છે રેલ્વેની સુવિધા માટે અમરેલી, ધારી અને ચલાલા સિવાય તમામ સેન્ટરોને લીલા લહેર છે અને આવનારા સમયમાં વધ્ાુ ટ્રેનો પણ પાટા આવી ગયા હોવાને કારણે મળવાની છે આગામી ડિસેમ્બરથી અત્યારે જે અઠવાડીયામાં એક વખત ચાલે છે તે મહુવા બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન ડિસેમ્બરથી અઠવાડીયામાં બે વખત થશે અને આગામી 11 મી તારીખથી વેરાવળ બનારસ સુપરફાસ્ટ ટ્રેન વડીયા, કુંકાવાવ, ચિતલ, ખીજડીયા, લાઠી થઇને ચાલશે.