લીલીયા ચોકડી પાસે દેશીદારૂની હેરાફેરી ઝડપાઇ

  • બોલેરો વાહનમાંથી 775 લીટર દેશી દારૂ પકડી પાડ્યો

લીલીયા,
નાના લીલીયા ચોકડી પાસે વાહન રોકી અને ચેક કરતા બોલેરો વાહનમાં દેશી દારૂ 775 લીટર કિ.રૂ 15500/- તથા બોલેરો વાહન-01 તથા આ બોલેરોની પાઇલોટીંગ કરતી ટુવ્હીલ મો.સા-01 સાથે કુલ રૂ 4,04,100/- ના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડેલ છે. પકડયોલ ઇસમોની વિગત1)રાધાબેન વા/ઓ વિનુભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.-40 ધંધો મજુરી રહે નવાગામ નવા પ્લોટ વિસ્તાર તા- ગારીયાધાર જી-ભાવનગર 2) સુરેશભાઇ ચકુરભાઇ ગોહીલ ઉ.વ.-26 ધંધો-ડ્રાઇવીંગ રહે- ઢુંઢસર તા-શિહોર જી-ભાવનગર 3) ધર્મેન્દ્રસિંહ બોઘુભા ગોહીલ ઉ.વ.-36 ધંધો-ખેતી રહે માલવણ તા-શિહોર જી-ભાવનગર પકડવાના બાકી આરોપીની વિગત1) અજયભાઇ ઘુઘાભાઇ મકવાણા રહે-સાવરકુંડલા 2) તેજુબેન વા/ઓ લાભુભાઇ જીલાભાઇ વાઘેલા રહે સાવરકુંડલા પકડાયેલ મુદામાલની વિગતદેશી દારૂ 775 લીટર કિ.રૂા.15500/- બોલેરો ફોરવ્હીલ કિ.રૂા.3,50,000/- અપાચી ટુવ્હીલ કિ.રૂા.35000/- અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-03 કુલ કિ.રૂા.3600 મળી કૂલ રૂ 4,04,100/- ( ચારલાખ ચાર હજાર એક સો પુરા)નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.