લીલીયા ટાઉનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.10/12/2022 નાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે લીલીયા ટાઉનમાં ગઢશેરીમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પાંચેય શખ્સો ઓસમાણભાઇ હુસેનભાઇ બેલીમ, ઉ.વ.60, દિપકભાઇ જેરામભાઇ સોલંકી, ઉ.વ.45,મજીદ રજુભાઇ દલ, ઉ.વ.27, સિરાજભાઇ દિલુભાઇ બેલીમ, ઉ.વ.50, સોહરાબભાઇ સુલતાનભાઇ અબડા, ઉ.વ.38, સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.