- તાઉ તે વાવાઝોડાને કારણે ખેતીપાકોમાં લાખો રૂપીયાનું નુકશાન થતા
- 432 હેક્ટરમાં તલ, મગફળી સહિત ખેતીપાકોને નુકશાન : 37 ગામોમાં 145 મકાનોને પણ નુકશાન : બે પશુઓના મોત
લીલીયા,
તાઉ તે વાવાઝોડાને કારણે ખેતીપાકોમાં લાખો રૂપીયાનું નુકશાન થતા સરકાર દ્વારા સર્વે શરૂ કરાયો છે ઇન્ચાર્જ ટીડીઓ શ્રી માળવીયાના જણાવ્યા મુજબ તાલુકાના 37 ગામોમાં 145 જેટલા કાચા પાકા મકાનોને આંશીક નુકશાન થયુ છે બે પશુઓના પણ મોત થયા છે તાલુકા પંચાયત દ્વારા પાકુ સર્વે કરાવવા ટીમો તૈયાર કરી કામે લગાડયાનું ઇન્ચાર્જ ટીડીઓએ જણાવ્યુ છે.