લીલીયા તાલુકામાં મુશળધાર વરસાદ પડ્યો

લીલીયા, લીલીયા તાલુકામાં ગઇ કાલે રાતનાં 8 થી સવારનાં 10 સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. અંદાજે 91 મીમી વરસાદને કારણે તાલુકાનાં નદી, નાળા, તળાવો, ચેકડેમો ઓવરફ્લો થઇ ગયાં હતાં. નાવલી નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ હતી. નિંચાણ વાળા વિસ્તારોમાં તેમજ દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને જમીનોનું ધોવાણ થઇ ગયું છે. વાવેલા પાકોને પણ ભારે નુક્શાન થયું છે. વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયાનું જાણવા મળેલ છે.