લીલીયા તાલુકામાં રોયલ્ટી વગર શેત્રુજી નદીમાં થતી રેતી ચોરી અટકાવવા મુખ્યમંત્રી અને ખાણ ખનીજના અધિકારીને પત્ર લખતા ભેંસવડીનાં પૂર્વ સરપંચશ્રી દકુભાઈ બુટાણી

લીલીયા તાલુકામાં પસાર થતી શેત્રુજી નદીમાં હાલ ઇકો જોન હોવાના કારણે નદીમાંથી રેતી ઉપાડવાની પ્રતિબંધ છે તેમ છતાં અમારા ગામ ભેસવડી થી બવાડા ગામ સુધી શેત્રુજી નદીમાં રેતી ચોરી થાય છે અને તે અંગેની તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓને તા.23/06/23 ના રોજ પત્ર પાઠવીને રજૂઆત કરેલ ત્યારે થોડાક દિવસ રેતી ચોરી બંધ થયેલ પરંતુ હાલમાં ફરી પુન: રેતી ચોરી નદીમાં થવા લાગી છે જેમાં ભેંસવડી ગામે આખી રાત્રે રેતી ચોરી થાય છે જેમાં તંત્ર ના ના આશીર્વાદ થી ચાલે છે અને અને નદીમાં સીંહ નો વસવાટ ખુબ મોટો છે તેને નડતર રૂપ થાય તેમ છતાં પણ આ ખનીજ માફિયા કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરે છે અને રાત્રીના 12 વાગ્યા થી સવાર પાંચ વાગ્યા સુધી ખુબ રેતી ચોરી થાય છે તે પણ સરકાના રોયલ્ટી પાસ વગર અને આ કરોડો રૂપિયાની ચોરી થાય છે, અને હાલ લીલીયા તાલુકાના બધા રોડ પર આવાહનો ચલાવે છે અને આ વાહનો માં નંબર વગરના ટ્રકો અને ટ્રેક્ટરો હોય છે અને ડ્રાઈવરો પણ સગીર વયના હોય છે જે બેફામ વાહનો રોડે ચલાવે છે અને આ વાહનો કોઈ ર્ઇ્ં નિયમોના પાલન કરતા નથી અને હાલ આ રેતી ચોરીમાં તંત્ર ના અધિકારીઓ ના પોતાના વાહનો ચાલતા હોય, જેથી તંત્ર આ અંગે કોઈ ઘટિત કાર્યવાહી કરતુ નથી અને તંત્રની સામે આક્ષેપ પણ કર્યો છે કે ગામ લોકોને જયારે રેતીની જરૂરિયાત હોય છે ત્યારે તંત્ર તેમને અટકાયત કરીને હેરાન કરવામાં આવે છે. પોતાના મન માનીતા અને પોતાની ભાગીદારી ના વાહનો રેતી ચોરી કરતા હોય તેમને છૂટો દોર આપીને ખુલ્લે આમ ચોરી કરાવી રહ્યા છે હાલ પોલીસ તંત્ર ના સી.સી.ટી.વી. કેમેરા લાગેલ છે જેમાં પુંજાપાદર, નાના લીલીયા ચોકડી, ઈંગોરાળા અને લીલીયા ગામે અમરેલી રોડ રિલાયન્સ પંપના કેમેરા છેલા 10 દિવસના બેકઅપ લેવામાં આવે અને તપાસ કરવામાં આવે તો ટ્રક નંબર સહીત આપને તમામ જાણકરી મળી શકે તેમ છે. તેમજ અંતમાં તંત્ર અને સરકારશ્રીને ચીમકી પણ ઉચારેલ છે કે આમ છતાં તંત્ર દ્વારા દિન-15 કોઈ કાર્યવાહી નહી કરે તો ગામ લોકોને સાથે રાખીને નદીઓમાં જનતારેડ અને કચેરીઓમાં ઘેરાવો કરવામાં આવશે તેમ દકુભાઇ બુટાણીએ જણાવ્યું .