લીલીયા,
લીલીયા તાલુકા પંચાયતમા ગત ટર્મમા કોગ્રેંસનું શાસન હતું આ તાલુકા પંચાયતમા કુુલ 16 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપ અને 8 બેઠકો કોગ્રેંસને મળી હતી. પ્રમુખ પદ માટે ટાઈ થતા ચીઠીથી કોગ્રેંસના પ્રમુખ ચુંટાયા હતા. તે ટર્મ પુરી થતા આજે બીજી ટર્મ માટે યોજાયેલ ચુંટણીમા ભાજપમાંથી પ્રમુખ તરીકે ગીતાબેન કાનજીભાઈ નાકરાણી અને ઉપપ્રમુખ તરીકે કોગ્રેંસના જગદીશભાઈ દેથળીયા ચુંટાયા હતા.આમ લીલીયા તાલુકા પંચાયતમાં ભાજપ કોગ્રેંસ બંને સતા સ્થાને આવ્યાની સાથે કોગ્રેંસ શાસીત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો .