લીલીયા નજીક જાત્રોડા ખાતે શ્રમદાન કરતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

અમરેલી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ચાલી રહેલ “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત તા. 1લી ઓક્ટોબરના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ લીલીયા તાલુકાના સાંસદ આદર્શ ગ્રામ જાત્રોડા ખાતે ઉપસ્થિત રહી એક કલાકનું શ્રમદાન કર્યું હતું. તેમજ સાથે સાથે ગામ માટે કચરા કલેક્શન અર્થે સરપંચ શ્રી સુખાભાઈ જોગરાણાને ઇ-વિહિકલ અર્પણ કરી હતી.આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વસ્તાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી હેતલબેન કટારા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી કાનજીભાઈ નાકરાણી, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગૌતમભાઈ વિછીયા, અંટાળેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલભાઈ માદલીયા, એટીડીઓ શ્રી કિશોરભાઈ આચાર્ય, યુવા આગ્રણી શ્રી કેતનભાઇ ઢાકેચા, ગામ આગેવાનો શ્રી મનુભાઈ ખણેચા, શ્રી મુકેશભાઈ ધાનાણી, શ્રી ઘનશ્યામભાઈ ઉકાણી, શ્રી જયસુખભાઈ દેવાણી, શ્રી જયંતીભાઈ ધાનાણી અને શ્રી જીવનભાઈ બારૈયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા .