લીલીયા નજીક બે ફોરવ્હીલ વચ્ચે અકસ્માત

હાથીગઢ, લીલીયા તાલુકાના હાથીગઢથી સાજણટીંબા રોડ ઉપર ઇનોવા કાર જીજે 05 જેએન 8556 અને અલ્ટો જીજે 03 ડીએન 7563 કોણી વણાંકમાં સ્પીડથી આવતી હોય અને ડ્રાઇવરો ગાડીને કંટ્રોલ કરે તે પહેલા અથડાઇ હતી જેમાં અલ્ટો કારમાં ગોંડલનાં દડવા રાંદલનાં દિલીપભાઇ પ્રજાપતી તથા તેમના ધર્મપત્નીને ગંભીર ઇજા થતા આ અકસ્માત દરમિયાન આજુબાજુમાં ખેતીકામ કરતા મજુરો દોડી આવી ગાડીના દરવાજાના કાચ તોડી બંનેને બહાર કાઢી 108 બોલાવી દવાખાને ખસેડવામાં આવ્યા હતા