અમરેલી,
લીલીયા તાલુકાના સલડી ગામે તા. 1-4 ના સાંજના 7:00 વાગ્યા દરમ્યાન અરવિંદભાઈ રાઘવભાઈ માદળીયા ઉ.વ. 54 ના રહેણાંક મકાનમા કૈલાસ સરદારભાઈ અમલ્યાર , કિશન ઉર્ફે, મહેશ સરદારભાઈ અમલ્યાર , દિનેશ ગોવિંદભાઈ ભાભર મુળ એમપી હાલ સલડી નીરૂભાઈ બાલુભાઈ માદળીયાની વાડીમા કામ કરતા શ્રમિકોએ દરવાજાના નકુચા તોડી રસોડાની બાજુમા રૂમમા રાખેલા અનાજ ભરવાની પતરાની પેટીમાંથી પાટીકમા રાખેલા રૂ/-500 ના દરની 198 નોટ રૂ/-99,000 તેમજ એક ચાંદીની જુની વીંટી રૂ/-500 ની મળી કુલ રૂ/-99,500 ની ચોરી કરી ગયાની લીલીયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પીએસઆઈ એસ.આર. ગોહિલ ચલાવી રહયા છે.