લીલીયા નજીક સલડીમાં ટુંકા ગાળામાં જ 12 વ્યક્તિના મોત થતા હાહાકાર સર્જાયો

  • એક જ પરિવારના પતિ – પત્ત્નીના મોતથી પરિવારજનોમાં ગમગીની

સલડી,
લીલીયા તાલુકાના નાના એવા સલડી ગામે તા.8 થી 15 સુધીમાં કોરોના તેમજ અન્ય બિમારીના કારણે નાના એવા ગામમાં 12 લોકોના મોત થતા ગામમાં હાહાકાર સર્જાયો છે. આજે એકજ ઘરના પતિ – પત્નીના મોત નિપજતા પરિવારજનોમાં ગમગીનીનું વાતાવરણ સર્જાયું છે.